તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:પાલિકાએ એજન્સીના લાભ માટે નવી LEDની જગ્યાએ ટ્યુબ લાઈટ લગાવી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી પાલિકા એજન્સીને નોટીસ પાઠવી કાર્યવાહી કરે: ધાનાણી
  • એજન્સીને 7 વર્ષનો કોન્ટ્રાકટ છતા પાલિકાના કર્મીઓ લાઈટ મેન્ટેનન્સનું કામ કરે છે

અમરેલી નગરપાલિકા પાલિકાએ એસ્સાર એજન્સીને 7 વર્ષ માટે શહેરમાં નવી એલઇડી લાઈટ લગાવી તેનું મેન્ટેન્સ કરવાનો કોન્ટ્રાક આપ્યો હતો. પણ અત્યારે અમરેલીમાં એજન્સીએ કામગીરી બંધ કરી દીધી છે. અને પાલિકા એજન્સીને લાભ આપવા માટે પોતના કર્મચારીઓ પાસે મેન્ટેનન્સ કરાવે છે. તેમજ એલઇડી લાઈટની જગ્યાએ ટ્યુબ લાઈટ લગાવી રહી છે.

અમરેલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઈ કુરેશીએ પ્રાદેશિક કમિશનરને રજૂઆતમાં જણાવ્યું હતું કે નગરપાલિકાએ 2016 - 17માં એસ્સાર કંપનીને શહેરના તમામ વિસ્તારમાં આવેલ પોલ ઉપરથી ટ્યુબ લાઈટ અને એલઇડી લાઈટના મેન્ટેનન્સ કરવા માટે સાત વર્ષનો કોન્ટ્રાક આપ્યો હતો. તેમ છતાં એજન્સી થોડા દિવસોથી કામગીરી કરતી નથી.

કોન્ટ્રાકટની કામગીરી પાલિકાના ઇલેક્ટ્રીક કર્મીઓ કરી રહ્યા છે. તેમજ શહેરમાં જે વિસ્તારમાં એલઇડી લાઈટ બંધ હોય તેને રીપેરીંગ કરવાના બદલે જૂની ટ્યુબ લાઈટ નાખવામાં આવે છે. જેના કારણે સરકારની યોજનાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. અને નગરપાલિકા ઉપર ભારણ પડી રહ્યું છે. પરંતુ નગરપાલિકા એજન્સીને બચાવવા માટે કાર્યવાહી કરતી નથી.

ત્યારે પાલિકા એસ્સાર એજન્સીને તાત્કાલિક નોટીસ પાઠવી કાર્યવાહી કરે તેવી વિરોધ પક્ષના નેતાએ સત્વેર યોગ્ય કરવા માંગણી કરી હતી. આમ, પાલિકા કોન્ટ્રાકટરને પૈસા ચૂકવી પોતાની કર્મી પાસે મેનટેનન્સ કરાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...