દામનગર નગરપાલિકાએ વેરા વસુલાત માટે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. અહી લાંબા સમયથી વેરો નહી ભરનાર સામે પાલિકાએ લાલ આંખ કરી હતી. 10 હજારથી વધુ વેરો બાકી છે. તેવા મિલકત ધારકોના નામ શહેરના મુખ્ય સરદાર ચોકમાં નામ જાહેર કર્યા હતા.દામનગર પાલિકાએ વેરા માટે મિલકત ધારકોને બિલ ઈસ્યુ કર્યા છે. સમય મર્યાદા વિતવા છતાં પણ મોટા ભાગના મિલકત ધારકો વેરો ભરપાઈ કરવા માટે આવ્યા ન હતા. કેટલાક વેપારી અને રહેણાંકોના માલિકે વર્ષોથી વેરો ભર્યો જ નથી. આવા લોકો સામે હવે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. જેનો 10 હજારથી વધુ રકમનો વેરો બાકી હતો. તેવા મિલકત ધારકોની સરદાર ચોકમાં જાહેરમાં નોટી લગાવવામાં આવી હતી.
અહી દામનગર પાલિકાના વેરા વસુલાત શાખાએ જાહેર કર્યું હતું. કે હવે આગામી દિવસોમાં જે મિલકત ધારકોના 5 હજારથી વધારે વેરો બાકી હશે. તેના નામ પણ જાહેર ચોકમાં પ્રસિધ્ધ કરાશે. ત્યારે દામનગર પાલિકાના વેરા વસુલાતના નવતર પ્રયોગથી બાકીદારો વેરો ભરપાઈ કરશે કે નહી તે તો સમય જ બતાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.