રજૂઆત:પાલિકાએ છુટા કરેલા 176 સફાઈ કામદારોને પરત લેવા માંગ કરાઇ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કાળમાં છુટા કરતા કામદારોના પરિવાર પર સંકટ
  • અમરેલી શહેર ભાજપ યુવા મોરચાની કલેકટરને રજુઆત

અમરેલી નગરપાલિકાએ  નોકરી પરથી છુટા કરેલા 176 સફાઈ કામદારોને પરત લેવા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી. અમરેલી શહેર ભાજપ યુવા મોરચાના ભાવેશભાઈ વાળોદરા અને રાજેશભાઈ  ગળીયેલએ કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે,  નગરપાલિકા દ્વારા 176 જેટલા સફાઈ કામદારોને નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યા છે.ત્યારે કોરોના કાળમાં ગરીબવર્ગના સફાઈ કામદારો આર્થિક સંકડામણમાં મુકાયા છે.

અનેક વખત પાલિકાના અધિકારીઓ અને સતાધીશોને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ કામદારોને નોકરી પર પરત લેવામાં આવ્યા નથી. વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાએ  એજન્સીને ગેરકાયદેસર રીતે સફાઈનો કોન્ટ્રાકટર આપી 176 જેટલા સફાઈ કામદારોની રોજીરોટી પર લાત મારી છે. અહીં આંદોલન કરવા છતાં પણ પાલિકાના નઘરોળ અધિકારીઓ અને સતાધીશો સફાઈ કામદારોને નોકરી પર લેવા તૈયાર નથી. ત્યારે વહેલી તકે 176 સફાઈ કામદારોને નોકરી પર પરત લેવા માંગ છે.આમ, કામદારોને પરત લેવામાં આવે તો શહેરમાં યોગ્ય રીતે સાફ-સફાઇ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...