ધરપકડ:મુંબઇની તસ્કર ગેંગે કારમાં રાજુલા આવી 1.93 લાખની ચાેરી કરી હતી

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલા સહિત ત્રણ શખ્સની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સોર્સથી ધરપકડ

રાજુલામા જાફરાબાદ રાેડ પર અેક પખવાડીયા પહેલા બંધ મકાનમાથી 1.93 લાખની મતાની ચાેરી થયાની ઘટનામા પાેલીસે સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સાેર્સની મદદથી મુંબઇની તસ્કર ગેંગના ત્રણ શખ્સાેને ઝડપી લીધા હતા. અા શખ્સાે કાર લઇને ચાેરી કરવા માટે જ છેક રાજુલા અાવ્યા હતા.

ચાેરીની અા ઘટના રાજુલાની ઇન્દ્રપ્રસ્થ સાેસાયટીમા વિજયભાઇ જાદવભાઇ ટાંકના મકાનમા તારીખ 11ના રાેજ બની હતી. તેઅાે ઘરને તાળુ મારી ભગુડા દર્શને ગયા હતા. ત્યારે પાછળથી તસ્કરાેઅે તેમના ઘરના તાળા તાેડી રાેકડ તથા દાગીના મળી કુલ રૂપિયા 1.93 લાખની મતાની ચાેરી કરી હતી.

પાેલીસે રાજુલા શહેર તથા અમરેલી જિલ્લાના અેન્ટ્રી પાેઇન્ટ અને અેકઝીટ પાેઇન્ટના સીસીટીવી ફુટેજ ચેક કરતા રાજુલામા અેક સફેદ કાર શંકાસ્પદ અાંટા મારતી હાેવાનુ નજરે પડયુ હતુ. અેમઅેચ 47 સી 8336 નંબરની અા કાર અમરેલી ભાવનગર ઉપરાંત રાજયની બાેર્ડર પર પણ દેખાઇ હતી. જેથી મહારાષ્ટ્ર અારટીઅાેનાે પણ સંપર્ક કરાયાે હતાે. અને અંતે કારના વપરાશકર્તા સુધી પાેલીસ પહાેંચી હતી.

મુંબઇના થાણા વિસ્તારમા રહેતા શાહિદ અબ્દુલવહાબ શેખ (ઉ.વ.21) તમન્ના ઉર્ફે નેહા મનહર સૈયદ (ઉ.વ.26) તથા મલ્લિકા મહમદસલીમ શેખ (ઉ.વ.22) અેમ ત્રણેય જણાની તસ્કર ગેંગે ચાેરી કર્યાનુ ખુલ્યુ હતુ. જેથી ત્રણેયને ઝડપી લઇ તેમની પાસેથી 47700ની રાેકડ, કાર તથા માેબાઇલ મળી 1.58 લાખનાે મુદામાલ કબજે લેવાયાે હતાે

અન્ય સમાચારો પણ છે...