તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપમૃત્યુ:વાંકિયામાં સાતી ચલાવતી વખતે પડી જતાં વૃદ્ધનું માેત

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામકામાં દવાનાે છંટકાવ કરતી વખતે ઝેરી અસરથી પ્રાૈઢાનું માેત

અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિત માેતને ભેટી હતી. બાબરાના વાંકીયામા સાતી ચલાવતી વખતે પડી જતા વૃધ્ધનુ માેત નિપજયું હતુ. જયારે ખાંભાના જામકામા વાડીઅે દવાનાે છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતા પ્રાૈઢાનુ માેત થયુ હતુ.

અપમૃત્યુની પ્રથમ ઘટના બાબરાના વાંકીયામા બની હતી. અહી રહેતા વિઠ્ઠલભાઇ નરશીભાઇ સાપરા (ઉ.વ.60) નામના વૃધ્ધ પાેતાની વાડીઅે કપાસના વણમા સાતી ચલાવી રહ્યાં હતા. તેઅાે અચાનક પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનુ માેત થયુ હતુ. બનાવ અંગે ભરતભાઇ સાપરાઅે બાબરા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ જે.કે.ચાૈહાણ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય અેક ઘટનામા ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા રાજીબેન કાળુભાઇ વાઘ (ઉ.વ.53) નામના પ્રાૈઢા તેમના દીકરા સાથે વાડીઅે કપાસમા દવાનાે છંટકાવ કરી રહ્યાં હતા. અા દરમિયાન તેમને ઝેરી દવાની અસર થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ. બનાવ અંગે વાજસુરભાઇ વાઘે ખાંભા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ મહેરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...