તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:તાઇવદર પાસે બાઇક સાથે રાેઝડું અથડાતા યુવકનું માેત

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સારવાર માટે ભાવનગર ખસેડાતા ડાેકટરે મૃત જાહેર કર્યાે

બાબરા તાલુકાના તાઇવદરમા નજીક બાઇક સાથે રાેઝડુ અથડાતા બાઇક પાછળ બેઠેલા યુવકને ગંભીર ઇજા પહાેંચી હતી. અહી રહેતા ભાવુબેન રમેશભાઇ સાેલંકી નામના મહિલાઅે બાબરા પાેલીસને જણાવ્યું હતુ કે તેના દિયર વિજયભાઇ કાળુભાઇ સાેલંકી હાેળીનાે તહેવાર હાેય તેને વસ્તુઅાે અાપવા માટે અાવતા હતા. તેના પતિ રમેશભાઇ તેને તેડવા માટે બાબરા સુધી ગયા હતા. બાદમા બંને માેટર સાયકલ નંબર જીજે 04 ડીઅેમ 6380 લઇને અાવી રહ્યાં હતા.

વિજય માેટર સાયકલ ચલાવી રહ્યાે હતાે ત્યારે તાઇવદર નજીક અેક રાેઝડુ અાડુ પડતા બંને નીચે પટકાયા હતા જેને પગલે રમેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચતા તેને સારવાર માટે ખસપ્રથમ બાબરા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડાેકટરે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેમ.અેન.પાેપટ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો