તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાવરકુંડલાના નવા ગામ નજીક રાેઝડું આડે પડતા બાઇક ચાલક યુવકનું માેત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના ચિતલ નજીક ટ્રેકટર હડફેટે બાઇક ચાલક યુવકનું માેત

અમરેલી જિલ્લામા અકસ્માતની બે ઘટનામા બે યુવકના માેત નિપજયાં હતા. નવા ગામ નજીક રાેઝડુ અાડુ પડતા બાઇક ચાલક યુવકને ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત થયુ હતુ. જયારે અમરેલીના ચિતલ નજીક ટ્રેકટર હડફેટે બાઇક ચાલક યુવકનુ માેત થયુ હતુ.અકસ્માતની પ્રથમ ઘટના નવા ગામ જાંબુદા નજીક માેદા માર્ગ પર બની હતી. સાવરકુંડલામા રહેતા મનસુખભાઇ રૂડાભાઇ સાેરઠીયા પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 04 બીઅેચ 1056 લઇ પાછળ પ્રવિણભાઇ અમરશીભાઇ મકવાણાને બેસાડીને જઇ રહ્યાં હતા.

તેઅાે નવા ગામ નજીક પહાેંચ્યા ત્યારે અચાનક રાેઝડુ અાડુ પડતા માેટર સાયકલ ફંગાેળાઇ ગયુ હતુ. જેથી મનસુખભાઇને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત નિપજયું હતુ. જયારે પ્રવિણભાઇને ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે વનરાજભાઇઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અેમ.કે.સાેલંકી ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય અેક ઘટનામા માેટા દેવળીયામા રહેતા સંદિપભાઇ ગુણવંતભાઇ કાનાણી માેટર સાયકલ લઇને અાવી રહ્યાં હતા ત્યારે ચિતલ નજીક રેલવેના નાળા પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા તેમને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે વિમલભાઇ બફલીપરાઅે અમરેલી તાલુકા પાેલીસમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...