અકસ્માત:જૂની કાતર પાસે બાઇક આડે ધણખુંટ ઉતરતા યુવકનું માેત

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવેદ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા

રાજુલા તાલુકાના ભેરાઇમા રહેતાે અેક યુવક ગામના અેક યુવક સાથે બાઇક લઇને જુની કાતર નિવેદ કરવા ગયા હતા અને પરત ફરતી વખતે રસ્તામા બાઇક અાડે ધણખુટ પડતા બાઇક સ્લીપ થતા યુવકનુ માેત નિપજયું હતુ. ભેરાઇમા રહેતા મનસુખભાઇ ઉર્ફે માેન્ટુ રામભાઇ ભાલીયા (ઉ.વ.25) નામનાે યુવક ગામમા રહેતા કિશાેરભાઇ ટપુભાઇ ચુડાસમા સાથે શિવાભાઇનુ માેટર સાયકલ નંબર જીજે 14 અેઅેફ 8457 લઇને જુની કાતર ગામે નિવેદ કરવા માટે ગયા હતા. અા બંને યુવકાે બાઇકમા પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામા ધણખુટ બાઇક અાડે પડતા બંને ફંગાેળાઇ ગયા હતા.

અકસ્માતને પગલે મનસુખભાઇને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે રમેશભાઇ રામભાઇ ભાલીયાઅે રાજુલા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અેન.બી.દાફડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...