અકસ્માત:અાેળીયામાં તળાવમાં ડૂબી જતા કિશાેરનું માેત નિપજ્યું

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બકરા ચરાવતી વેળાએ તળાવમાં પડી ગયાે

સાવરકુંડલા તાલુકાના અાેળીયાની સીમમા અેક કિશાેર બકરા ચરાવી રહ્યાે હતાે ત્યારે પાળા પરથી તળાવમા પડી જતા ડૂબી જવાથી તેનુ માેત થયુ હતુ.

કિશાેરનુ તળાવમા પડી ડૂબી જતા માેત થયાની અા ઘટના સાવરકુંડલાના અાેળીયાની સીમમા બની હતી. અહી રહેતાે ઉમેશ અતુલભાઇ રાધનપરા (ઉ.વ.17) નામનાે યુવક ગામની સીમમા બકરા ચરાવવા માટે ગયાે હતાે. અા સમયે તે તળાવના પાળા નજીકથી પસાર થતાે હતાે ત્યારે અચાનક પાળા પરથી તળાવમા પડી ગયાે હતાે. જેને પગલે તેનુ ડૂબી જતા માેત નિપજયું હતુ.

ઘટનાને પગલે લાેકાે અહી દાેડી અાવ્યા હતા અને કિશાેરની લાશને તળાવમાથી બહાર કાઢી પાેસ્ટમાેર્ટમ માટે દવાખાને ખસેડી હતી. બનાવ અંગે કેતનભાઇ રાધનપરાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેમ.કે.સાેલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...