તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધ્રુફણિયામાં કુવામાં પડી ડૂબી જતા બાળકનું માેત

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાઠી તાલુકાના ધ્રુફણીયામા રહેતા એક મહિલા પાેતાના નવ વર્ષના પુત્રને લઇને કુવામાથી પાણી ભરવા માટે ગયા હતા. ત્યારે પુત્રનુ કુવામા પડી ડૂબી જતા માેત નિપજયુ હતુ. તરવૈયાની મદદથી પુત્રને કુવામાથી બહાર કાઢી દવાખાને ખસેડાયાે હતાે. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે.

અહી રહેતા કિરણબેન નાવડીયા પાેતાના 9 વર્ષના પુત્ર સુનીલને લઇને ઘરની બાજુમા અાવેલ કુવામાથી પાણી ભરવા માટે ગયા હતા. અહી અકસ્માતે સુનીલ કુવામા પડી જતા માતાઅે રાડારાડ કરી મુકી હતી. ઘટનાને પગલે પુત્રના પિતા ચંદુભાઇ તેમજ તેના ભાઇ વિગેરે અહી દાેડી અાવ્યા હતા. અને કુવામા શાેધખાેળ અાદરી હતી. બાદમા ઢસાથી તરવૈયા બાેલાવી મદદ લેવાઇ હતી. સુનીલને કુવામાથી બહાર કાઢી દામનગર હાેસ્પિટલ ખાતે ખસેડવામા અાવ્યાે હતાે. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે. બનાવ અંગે ચંદુભાઇઅે દામનગર પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ જે.અાર.હેરમા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...