તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મંદબુદ્ધિની બહેનને મારકુટ કરતાં માતાએ પાડાેશી શખ્સની મદદથી પુત્રની હત્યા કરી

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાેલીસે ઘટના સ્થળે દાેડી અાવી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે દવાખાને ખસેડવામાં આવી હતી. - Divya Bhaskar
પાેલીસે ઘટના સ્થળે દાેડી અાવી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે દવાખાને ખસેડવામાં આવી હતી.
 • રાજુલા તાલુકાના ખેરા ગામમાં ધુળેટીની રાત્રે ખેલાયાે ખુની ખેલ
 • પાડોશીએ પુત્રને પકડી રાખ્યો ને' માતાએ ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો બાદ બન્ને નાસી ગયા

રાજુલા તાલુકાના ખેરામા ધુળેટીની રાત્રે એકાદ વાગ્યે ખુની ખેલ ખેલાયાે હતાે. અહી રહેતાે એક યુવક તેની મંદબુધ્ધિ બહેનને હેરાન કરી મારકુટ કરતાે હાેય યુવકની માતાએ પાડાેશી શખ્સને બાેલાવી તેને પકડી રાખી લાકડાના ધેાકા વડે મારમારી પતાવી દીધાે હતાે. હત્યા કરી બંને ત્યાંથી નાસી ગયા હતા. સવારે મૃતક યુવકના પત્ની ઘરે આવ્યા ત્યારે યુવકની લાશ પડી હતી. જેથી તેમણે મરીન પીપાવાવ પાેલીસમા જાણ કરી હતી. પાેલીસે ઘટના સ્થળે દાેડી અાવી યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી. અને બંને હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

માતાએ પાડાેશી શખ્સની મદદથી પુત્રની હત્યા કરી નાખ્યાની અા ઘટના રાજુલાના ખેરામા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા દુધીબેન વિઠ્ઠલભાઇ શિયાળ (ઉ.વ.60) નામના વૃધ્ધાનાે પુત્ર સવજી તેની મંદબુધ્ધિ બહેનને રાત્રીના એકાદ વાગ્યે હેરાન કરી મારકુટ કરતાે હતેા. જેથી દુધીબેને તેને સમજાવ્યાે હતાે અને મારકુટ કરવાની ના પાડી હતી. જાે કે સવજી સમજતાે ન હાેય દુધીબેન પાડાેશમા રહેતા મુન્ના વશરામભાઇ બારૈયા નામના શખ્સને બાેલાવ્યાે હતાે. બંનેએ સવજીને સમજાવટ કરી હતી. પરંતુ તેમ છતા તે મંદબુધ્ધિ બહેનને મારકુટ કરી રહ્યાે હતાે.

બાદમા દુધીબેને સવજીને પકડી રાખી મુન્ના વશરામ બારૈયાએ તેને લાકડાના ધાેકા વડે બેફામ મારમારી હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ દુધીબેન તેની મંદબુધ્ધિ પુત્રી મનીષાને લઇને નાસી ગયા હતા. સવારે મૃતક યુવક સવજીના પત્ની પાર્વતીબેન ઘરે અાવ્યા ત્યારે તેની લાશ પડી હતી. જેથી તેઅાે મરીન પીપાવાવ પાેલીસ મથકે દાેડી ગયા હતા. ઘટનાને પગલે પાેલીસ અહી દાેડી અાવી હતી. અને મૃતક યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી. પાેલીસે હત્યા કરી નાસી જનાર માતા અને પાડાેશી શખ્સને ઝડપી પાડવા ચક્રાે ગતિમાન કર્યા હતા.

4 સંતાનાેએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક સવજીભાઇને સંતાનમા ત્રણ દીકરી અને એક દીકરાે છે. સવજીભાઇની તેની માતાઆ જ હત્યા કરી નાખતા ચાર સંતાનાેઆ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

મૃતક યુવકની પત્ની માવતરના ઘરે આંટાે મારવા ગઇ હતી
મૃતક સવજીભાઇની પત્ની પાર્વતીબેનના ગામમા જ માવતર હાેય તેઅાે ધુળેટીની રાત્રે આઠેક વાગ્યે સંતાનને લઇને આંટાે મારવા ગયા હતા. બાદમા આજે સવારે તેઅાે પરત ઘરે આવ્યા ત્યારે તેના પતિ સવજીભાઇની લાશ પડી હતી.

બંને આરાેપીની ધરપકડ કરવા કાર્યવાહી: ચૌધરી
સાવરકુંડલા ડીવાયએસપી કે.જે.ચાૈધરીએ જણાવ્યું હતુ કે ખેરામા યુવકની હત્યા થઇ હાેવાની જાણ થતા પાેલીસ કાફલાે ખેરા દાેડી ગયાે હતાે. મૃતક યુવકની લાશનાે કબજાે મેળવી પીએમ માટે દવાખાને ખસેડી હતી. અને યુવકની હત્યા કરનાર માતા અને પાડાેશી શખ્સની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામા આવી છે.: કે. જે. ચૌધરી, ડીવાયએસપી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો