તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વિજ વાયર લઇ લેવાનું કહી માતા પુત્રને લાકડીથી ફટકાર્યા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સે મારી નાખવાની ધમકી અાપી

જાફરાબાદ તાલુકાના ચિત્રાસરમા વિજ વાયર લઇ લેવાનુ કહેતા બે શખ્સાેઅે બાેલાચાલી કરી માતા પુત્રને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા જાફરાબાદ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા લાભુબેન ગાેવિંદભાઇ (ઉ.વ.42) નામના મહિલાઅે જાફરાબાદ પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્રઅે પાડાેશીને ઉપરથી પસાર થતા વિજ વાયર લઇ લેવાનુ કહેતા માયા ડાયાભાઇ ભાલીયા, હિમત માયાભાઇ ભાલીયા નામના શખ્સાેઅે બાેલાચાલી કરી હતી. બંને શખ્સાેઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેન.વી.લંગાળીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...