પથ્થરમારો:તમે શું કામ પ્લોટ સાફ કરવા ગયા કહી માતા પુત્રને મારમાર્યો, છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના જુની કાતરમા રહેતા એક મહિલા અને તેના બે પુત્રોને તમે શું કામ પ્લોટ સાફ કરવા ગયા કહી બે શખ્સોએ લાકડી અને છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડતા આ બારામા તેની સામે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. માતા પુત્રને મારમાર્યાની આ ઘટના રાજુલાના જુની કાતરમા બની હતી.

અહી રહેતા મંજુબેન પુંજાભાઇ પારઘી (ઉ.વ.40) નામના મહિલાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ઘરે હતા ત્યારે દિયર શામજી નાગભાઇ પારઘી મોટર સાયકલ લઇને આવ્યો હતો અને પુંજાભાઇને કહેલ કે તમે શું કામ ભટવદર કાકાનો પ્લોટ સાફ કરવા ગયા હતા. બાદમા દેરાણી લાભુબેન પણ ત્યાં ધસી આવ્યા હતા અને લાકડી વડે રમેશ અને હિમતને મારવા લાગ્યા હતા. બાદમા છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ બી.ડી.અમરેલીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...