તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108ની સેવા આશીર્વાદરૂપ:ધારીમાં 108માં જ સગર્ભાની પ્રસુતિ કરાવી માતા અને બાળકને બચાવાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને કૃત્રિમ શ્વાસ આપી પુન: જીવિત કર્યું

ધારીમાં 108ની ટીમે સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવી માતા અને બાળકને બચાવ્યા હતા. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સગર્ભા મહિલાઓ માટે 108ની સેવા આશીર્વાદરૂપ બની છે. ધારીથી અમરેલી વચ્ચે રસ્તામાં જ 108ની ટીમે મહિલાની પ્રસુતિ કરાવી હતી.

ધારીની એક ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલાને રીફર કરવાનો 108ને ફોન આવ્યો હતો. અહીં કેસ મળતા જ ઇ.એમ.ટી. શિલ્પાબેન ડોડીયા અને પાઇલોટ પ્રવીણભાઇ કડક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને તપાસ કરતા સગર્ભા મહિલાને સાતમા માસે પ્રસૂતિની પીડા ઉપડી હતી. અને 108માં સગર્ભાને અમરેલી હોસ્પિટલમાં લઈ આવી રહ્યા હતા. પણ મહિલાની કોખમાં બાળક ઊલટું હોવાથી પ્રસૂતિની પીડા વધી હતી.

જેના કારણે ઇએમટી શિલ્પાબેને કોલ સેન્ટરના ડો. મહેતાની મદદથી રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં પ્રસૂતા કરાવી હતી. અહીં સાતમા મહિને પ્રસુતિ થતા બાળક રડતું ન હતું. જેથી શિલ્પાબેને બાળકને કૃત્રિમ શ્વાસ આપી પુનઃ જીવિત કર્યું હતું. તેમજ માતાને બ્લીડીંગ વધારે હોવાથી જરૂરી દવા આપી માતા અને બાળકનો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...