MLAની રજૂઆત:રાજુલાના 8 ગામોને સૌની યોજનાના લિંકમાં સમાવવા ધારાસભ્યે પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આવેલ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા જળ સંપતિ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ એવો સૌની યોજનાનો લાભ લેવા અમારા રાજુલા તાલુકા વિસ્તારને મળેલ છે પરંતુ સૌની યોજના લિંક બે પેકેજ 7 શેત્રુંજીથી રાયડી નું કામ સફળતાપૂર્વક લોકાર્પણ કરેલ છે ત્યારે આ બાબતે જણાવવાનું કે રાજુલા તાલુકામાં જે વાલ અને ચેમ્બર મૂકવામા આવેલ છે તે ત્રણ કિલોમીટર ની ત્રિજ્યામાં આવતા ચેકડેમ તળાવ તેમજ નદીઓના જોડાણ આપવા માટે વહેલી તકે સર્વે કરવામાં આવે જેથી આ વિસ્તારમાં બાકી રહેતા ગામો તેમજ બહોળા પ્રમાણમાં ખેડૂતોને ફાયદો થઇ શકે જેથી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા પત્ર પાઠવાયો છે જેમાં રાજુલા તાલુકાના આઠ ગામો કોટડી,વાવડી,ખારી,મોટી,ખેરાળી, બાબરીયાધાર, મોટા આગરીયા, કાતરપરા,સરોવડા ગામોને પાણી મળે અને ખેડૂતોના હિતમા યોગ્ય નિર્ણય થાય તેવી રજૂઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...