તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યનું રાત્રી રાેકાણ:શિયાળબેટ ટાપુ પર ધારાસભ્યનું રાત્રી રાેકાણ, માછીમારાેની સમસ્યા સાંભળી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછીમારાેને સરકાર તરફથી પુરતી સહાય મળતા સ્થિત કફોડી બની છે

જાફરાબાદના શિયાળબેટ ટાપુ પર ધારાસભ્ય અંબરીશ ડેરે રાત્રી રાેકાણ કરી માછીમારાેની સમસ્યાઅાે સાંભળી હતી. અહી હજુ વિજ પુરવઠાે કાર્યરત થયાે નથી. પીવાના પાણી માટે પણ લાેકાેને જુના કુવા અને વાવ પર અાધાર રાખવાે પડી રહ્યાે છે. તેમણે ટુરિઝમ ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા 36 કરોડની ફાળવણીના નિર્ણયની સરાહના કરી હતી.ધારાસભ્ય અંબરીશ ડેર, પ્રવિણ બારૈયા,અજય શિયાળ સહિત બોટ મારફતે શિયાળબેટની મુલાકાતે પહોંચ્યા હતા.

તેમણે અહી રાત્રી રાેકાણ કરી ગ્રામજનોની વિવિધ સમસ્યાઓ અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા. અને આગામી દિવસોમાં પ્રશ્નો હલ કરવા માટેના પ્રયત્ન કરવા ખાતરી આપી હતી. અહી માછીમારોના હિતમાં સરકાર દ્વારા બીજ વિસ્તાર (ખોડીયાર વિસ્તાર)માં ફિશીંગ જેટી બનાવવામાં આવે તો અહિ સ્થાનિક રોજગારી ઊભી થશે અને જાફરાબાદ બંદર પર બોટોનો લોડ ઓછો થશે. માછીમારોને સરકાર તરફથી પૂરતી સહાયતા પણ મળતી નથી. વાવાઝોડાની સહાયમા વિસંગતતાઓ છે. તેમજ જેટીના અભાવે આ ગામના માછીમારોને જાફરાબાદ બંદરેથી માછીમારી કરવી પડે છે. તેનાં કારણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...