તાપમાન:બર્ફિલો પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયાશુક્રવારે ન્યુનતમ તાપમાન 9 ડિગ્રી સુધી ગગડ્યુ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાપમાનનો પારો ગગડતા બાબરામાં લોકોએ તાપણું કર્યું. - Divya Bhaskar
તાપમાનનો પારો ગગડતા બાબરામાં લોકોએ તાપણું કર્યું.
  • આગામી સમયમાં હજુ તાપમાનનો પારો ગગડ્યો

અમરેલી પંથકમા ગઇકાલે ન્યુનતમ તાપમાન 9 ડિગ્રી સુધી ગગડયુ હતુ જેને પગલે કાતિલ ઠંડી પડી હતી. જાે કે અાજે પણ સવારથી જ બર્ફિલાે પવન ફુંકાતા લાેકાે થરથર કંપી ઉઠયાં હતા. અાખાે દિવસ લાેકાેને ગરમ વસ્ત્રાેમા વિંટળાવાની ફરજ પડી હતી.અમરેલી શહેરમા જાણે શિયાળાઅે તેનાે અસલી મિજાજ બતાવ્યાે હાેય તેમ બે દિવસથી અાકરી ટાઢ પડી રહી છે. ગઇકાલે તાે ઠંડીનાે પારેા છેક 9 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જેના કારણે જનજીવન ઠુંઠવાઇ ગયુ હતુ. તાે ધારી પણ અાવી જ સ્થિતિ જાેવા મળી હતી. અહી પણ ન્યુનતમ તાપમાન 8 ડિગ્રી સુધી નીચુ ઉતર્યુ હતુ.

જેના કારણે લાેકાેને તાપણાનાે સહારાે લેવાે પડયાે હતાે. અમરેલીમા અાજે સવારથી જ ટાઢાબાેળ પવન ફુંકાવાની શરૂઅાત થઇ હતી. અાખાે દિવસ ઠંડીની સાથે પવન ફુંકાતાે રહ્યાે હતાે જેના કારણે લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાયા હતા. તાે અાવી જ રીતે બાબરામા પણ કડકડતી ઠંડી પડી હતી. અહી પણ શિતલહેર ફરી વળતા લાેકાેને તાપણા કરવાની ફરજ પડી હતી. અાખાે દિવસ લાેકાે ગરમ વસ્ત્રાેમા જ જાેવા મળ્યાં હતા. અાગામી દિવસાેમા હજુ પણ ઠંડીનાે પારાે ગગડે તેવી શકયતા જાેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...