તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્પદંશ:કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામના આધેડનું સર્પદંશથી મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીઅે ગાેડાઉન પાસે કામ કરી રહ્યાં હતા ત્યારે અાંગળીમાં દંશ દીધાે

કુંકાવાવ તાલુકાના અરજણસુખમા રહેતા અેક અાધેડ ખેડૂત પાેતાની વાડીઅે ગાેડાઉન પાસે કામ કરી રહ્યાં હતા ત્યારે હાથની અાંગળીમા સર્પે દંશ દેતા તેમને સારવાર માટે વડીયા દવાખાને અને બાદમા ગાેંડલ રીફર કરતી વખતે રસ્તામા તેમનુ માેત નિપજયું હતુ.

સર્પદંશથી અાધેડના માેતની અા ઘટના કુંકાવાવના અરજણસુખમા બની હતી. અહી રહેતા ભીખાભાઇ શંભુભાઇ વસાેયા (ઉ.વ.50) પાેતાની વાડીઅે અાવેલ ગાેડાઉન પાસે કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક તેમના હાથની ટચલી અાંગળીઅે સર્પ કરડી ગયાે હતાે. તેમને તાબડતાેબ સારવાર માટે પ્રથમ વડીયા સરકારી દવાખાને ખસેડવામા અાવ્યા હતા.

અહીથી તેમને વધુ સારવાર માટે ગાેંડલી રીફર કરવામા અાવ્યા હતા. જાે કે તેમનુ સારવાર મળે તે પહેલા રસ્તામા જ માેત થયુ હતુ. બનાવ અંગે મહેશભાઇ ભીખાભાઇ વસાેયાઅે વડીયા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ જે.અેલ.મકવાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...