ક્રાઇમ:વાડામાં કાંટા નાખવા બાબતે આધેડ પર કુહાડીથી હુમલાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે પાઇપ અને લાકડી વડે ઇજા પહાેંચાડી

ધારી તાલુકાના ત્રંબકપુર ગામે રહેતા એક આધેડને વાડામા કાંટા નાખવા મુદે બાેલાચાલી કરી ચાર શખ્સાેએ કુહાડી, લાકડી અને પાઇપ જેવા હથિયારથી હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા અશાેકભાઇ કડવાભાઇ વેકરીયા (ઉ.વ.52) નામના આધેડે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વાડામા રેઢીયાર ઢાેર આવી જતા હાેય તેઓ વાડામા કાંટા નાખતા હાેય જે મુદે રૂપાબેન રમેશભાઇ, જયાેસનાબેન રમેશભાઇ, રમેશભાઇ વિરજીભાઇ અને અશ્વિનભાઇ નામના શખ્સાેએ બાેલાચાલી કરી કુહાડી, લાકડી અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે રમણીકભાઇ વિરજીભાઇ માેરીએ વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઉકરડા પર બાવળના કાંટા નાખતા અશાેક કડવાભાઇ તથા તેનાે પુત્ર તેમજ વિલાસબેનને ના પાડતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને ગાળાે આપી કુહાડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...