અમરેલી જિલ્લામા ગામડે ગામડે આ પ્રકારે બોગસ તબીબોના હાટડા ખુલી ગયા છે. જાફરાબાદના રોહિસા ખાતે પણ એક આવો જ બોગસ તબીબ ધમધોકાર પ્રેકટીસ કરતેા હોય આખરે આજે આરોગ્ય વિભાગની ટીમ તેના કલીનીક પર પહોંચી હતી. જો કે તેનુ કલીનીક છેલ્લા ત્રણ દિવસથી બંધ હતુ. જેથી આરોગ્ય વિભાગની ટીમે તેના ઘરે તપાસ કરી હતી.
આ કહેવાતો તબીબ ઘરે જ હતો. પરંતુ તંત્રને જોતા જ વંડી ઠેકી નાસી ગયો હતો. જો કે તંત્ર દ્વારા તેના ઘરની તલાશી લેવાઇ હતી. અને એક રૂમમા કોઇ મેડિકલ સ્ટોરમા ન હોય તેટલી એલોપેથી દવાનો જંગી જથ્થો મળ્યો હતો. સીરપ, ઇંજેકશન, સ્ટેથોસ્કોપ, સર્જીકલ સીઝર, આઇવી સ્ટેન્ડ તથા દર્દી માટેનો બેડ પણ મળી આવ્યો હતો. તંત્રએ હાલમા તમામ દવાઓ પંચોની હાજરીમા કબજે લીધી હતી. અને બે દિવસમા મેડિકલ સર્ટી તથા દવાઓના જથ્થા અંગેના જરૂરી આધારો લઇ તેને જાફરાબાદ તાલુકા હેલ્થ ઓફિસમા હાજર થવા સુચના અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.