તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખાનગી કંપનીના વાઇસ ચેરમેન પર ખુની હુમલાનાે મુખ્ય સુત્રધાર ઝડપાયાે

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં રેતીનાે કાેન્ટ્રાકટ ન મળતા કાવતરું ઘડી હુમલાે કર્યાે હતાે
  • આ કેસમાં હજુ બે શખ્સની ધરપકડ બાકી, પોલીસની શોધખોળ ચાલુ

રાજુલાના હિંડાેરણા નજીક ગત સપ્તાહે અેક ખાનગી કંપનીના વાઇસ ચેરમેન પર ખુની હુમલાના કેસમા અાજે પાેલીસે મુખ્ય સુત્રધાર અને રાજકીય વગ ધરાવતા ચેતન ભુવાની ધરપકડ કરી હતી.ખુની હુમલાના કેસમા અાજે ઝડપાયેલાે ચેતન ભુવા અગાઉ પણ અનેક ગંભીર ગુનાઅાેમા ઝડપાઇ ચુકયાે છે.

ગત 26 અાેગષ્ટની રાત્રે હિંડાેરણા ચાેકડી પર જાફરાબાદના લુણસાપુરમા કામ કરતી ખાનગી કંપનીના વાઇસ ચેરમેન ધનંજય રેડ્ડી પર અજાણ્યા શખ્સાેઅે પાઇપ જેવા હથિયારથી ખુની હુમલાે કર્યાે હતાે. રાજુલા પાેલીસે ઉંડાણપુર્વક તપાસ કરી બે દિવસ અગાઉ જ હિંડાેરણાના લક્ષ્મણ સાર્દુળ વાવડીયા, કાગવદરના નરેશ અરજણ વાવડીયા અને રામપરાના વાજસુર વિરા વાઘની ધરપકડ કરી હતી.

દરમિયાન અા ઘટનાનાે મુખ્ય સુત્રધાર પાેલીસના હાથમા અાવ્યાે ન હતાે. પાેલીસવડાઅે અા કેસની તપાસ માટે સીટની રચના કરી હતી. દરમિયાન અાજે ચેતન ભુવાની ધરપકડ કરાઇ હતી. અા કેસમા હજુ કનુ લાખણાેત્રા અને જીવણ નામના શખ્સાે પકડાવાના બાકી છે.

ખરડાયેલાે છે ચેતનનાે ઇતિહાસ
રાજકીય પીઠબળ ધરાવતા ચેતન ભુવા સામે અગાઉ પાંચ ગુન્હા નાેંધાયા છે. 2018મા તેણે શ્વાન અેનર્જી કંપનીના પ્રાેજેકટ મેનેજરનુ અપહરણ કરી મારમાર્યાે હતેા. ઉપરાંત પીપાવાવના અેક કર્મચારીને પણ મારમાર્યાે હતાે. ઉદ્યાેગાેમા ધાક જમાવી માેટાે બિઝનેશ પડાવવા તે ગુનાખાેરી અાચરે છે.

અન્ય સમાચારો પણ છે...