ક્રાઇમ:અમરેલીમાં બાઇક છોડાવા ઓટો શોરૂમના સંચાલક, વકીલે બોગસ કાગળો રજૂ કર્યા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં આવી બાઈકના મૂળ માલિકે સોગંદનામું આપ્યું કે તેણે કોઈ અરજી આપી જ નથી

અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામના યુવકનું બાઇક પોલીસે કબજે લીધું હોય અહીંના એક ઓટો શોરૂમના સંચાલક અને વકીલે તેમના નામની બોગસ સહીઓ અને કાગળો ઉભા કરી અદાલતમાં રજૂ કરી બાઇક છોડાવવા પ્રયાસ કરતા અદાલતના હુકમને પગલે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અમરેલીમાં કોર્ટના કર્મચારી શરદભાઈ વિસાણીએ આજે આ બારામાં અમરેલીમાં વકીલાતનો વ્યવસાય કરતા અમિતભાઈ ઠાકર અને નવનીત હોન્ડાના શોરૂમવાળા જીતભાઈ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામના મધુભાઈ કડવાભાઇ કમાણીની મોટર સાયકલ સિટી પોલીસે તાજેતરમાં કબજે લીધી હતી. વકીલ અજયભાઈ ઠાકરે તેમનું આ મોટરસાયકલ છોડાવવા માટે અદાલતમાં ઓનલાઈન અરજી કરી હતી. જેમાં અરજદારની સહી સહિતના જરૂરી કાગળો જોડવામાં આવ્યા હતા. અદાલતે આ અરજી રજીસ્ટરે લઈ વેરિફિકેશન માટે અરજદારને ગત 10મી તારીખે રૂબરૂ બોલાવ્યા હતા.મધુભાઈ કમાણીએ અદાલતમાં આવી તેમણે આવી કોઈ અરજી કરી ન હોવાનું જણાવ્યું હતું. વકીલાતપત્રમાં પણ તેમની બોગસ સહી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા નવનીત હોન્ડાના શોરૂમના જીતુભાઈને તેમણે પોતાની ગાડી બીજાના નામે આરટીઓમાં ચડાવવી હોય તે માટેના કામ માટે ફોટા અને આધાર કાર્ડની નકલો આપી હતી. તેમણે પોતાની જાણ બહાર આ ફોટા અને નકલોનો ઉપયોગ આ મોટરસાયકલ છોડાવવા માટે કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...