તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઘર વપરાશનું પાણી બહાર કાઢવાની ના પાડી શખ્સે આધેડને લાફા ઝીંકયા

અમરેલી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રાજુલામાં કચરા મુદ્દે પ્રાૈઢાને ત્રણ શખ્સે ધક્કાે મારી પછાડી દીધા

વડીયાના નાજાપુરમા ઘર વપરાશનુ પાણી બહાર કાઢવાની ના પાડી અહી જ રહેતા અેક શખ્સે અાધેડને લાફા ઝીંકી દેતા તેણે વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. જયારે રાજુલામા કચરા મુદે ત્રણ શખ્સાેઅે પ્રાૈઢાને ધક્કાે મારી પછાડી દઇ ઇજા પહાેંચાડતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતાે.

અાધેડને લાફા ઝીંકી દીધાની અા ઘટના વડીયાના નાજાપુરમા બની હતી. અહી રહેતા જગદીશભાઇ બચુભાઇ રાણપરીયા (ઉ.વ.55) નામના અાધેડે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પ્રવિણ બાલુભાઇ પાનસુરીયાઅે ઘર વપરાશનુ પાણી બહાર કાઢવાની ના પાડી ઉશ્કેરાઇ જઇ ગાળાે અાપી લાફા ઝીંકી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ પી.જે.ગરૈયા તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે રાજુલામા ડાેળીના પટમા રહેતા ફાતમાબેન હુસેનભાઇ ચાૈહાણ (ઉ.વ.55) નામના પ્રાૈઢાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પાડાેશમા રહેતા લીલાબેન અંબાલાલ પરમાર, મયુર અને અંજુબેને કચરા બાબતે બાેલાચાલી કરી તેને ધક્કાે મારી પછાડી દઇ ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અેમ.કે.પીછડીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો