ક્રાઇમ:રાજુલામાંથી 58 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 10700નો મુદ્દામાલ કબજે કર્યો

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે રાજુલામા રેઇન્બો સોસાયટીમા એક રહેણાંકમા દરોડો પાડયો હતો. પોલીસને અહીથી ઇંગ્લીશ દારૂની 58 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી કુલ રૂપિયા 10700નો મુદામાલ કબજે લીધો હતો.ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયાની આ ઘટના રાજુલામા બની હતી. અહી રેઇન્બો સોસાયટીમા રહેતા બાબુ ભીખુભાઇ રેણુકાના મકાનમા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી જુદીજુદી બ્રાંડની ઇંગ્લીશ દારૂની 58 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે બાબુ ભીખુ રેણુકાની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમા આ દારૂ ઉના તાલુકાના ઉમેજમા રહેતા શોએબ વલીભાઇ ઉનડજામ નામના શખ્સે પહોંચાડયો હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે તેની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરી છે. પોલીસે અહીથી કુલ રૂપિયા 10700નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...