ફરિયાદ:માતા સાથે બોલાચાલી કરવાની ના પાડતા યુવકને શખ્સે માર્યો

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના નડાળાની ઘટના
  • લાકડી વડે હાથ અને પગમાં ઇજા પહાેંચાડી

બાબરા તાલુકાના નડાળામા રહેતા અેક યુવકની માતા સાથે અહી જ રહેતાે અેક શખ્સ બાેલાચાલી કરતાે હાેય જેને ના પાડતા અા શખ્સે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા રાજેશભાઇ ધનજીભાઇ મજેઠીયા (ઉ.વ.34) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાની હેર સલુનની દુકાને હતા ત્યારે અહી જ રહેતાે દિલીપ ભીમભાઇ બાેરીચા નામનાે શખ્સ તેની માતા સાથે બાેલાચાલી કરી રહ્યાે હતાે. જેથી તેમને બેાલાચાલી કરવાની ના પાડી હતી. અા શખ્સે ઉશ્કેરાઇ જઇ યુવકને લાકડી વડે મારમારી હાથ અને પગમા ઇજા પહાેંચાડી હતી. તેમજ તેમની માતાને પણ મુંઢમાર માર્યાે હતાે. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.ડી.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...