• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Mamlatdar Seized The Tanker After Noticing That Diesel Was Being Sold Through A Mobile Dispenser (Bouser) In Amreli's Lundhia.

મામલતદારની કાર્યવાહી:અમરેલીના લુંધીયામાં મોબાઈલ ડિસ્પેન્ચર બાઉઝર) દ્વારા ડીઝલ વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા મામલતદારે ટેન્કર સીઝ કર્યું

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુંઘીયા ગામે મોબાઈલ ડિસ્પેન્ચર (બાઉઝર) દ્વારા ડીઝલ વેચાણ થતું હોવાની બાતમી બગસરા તાલુકા મામલતદાર કચેરીને મળી હતી. જેથી બાતમીને આધારે બગસરા તાલુકા મામલતદાર કચેરી ટીમ દ્વારા લુંઘીયા ગામે તપાસ કરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ડિસ્પેન્ચર (બાઉઝર) દ્વારા ડીઝલ વેચાણ કરવામાં આવતું હોય ગાડીને ડીઝલ વેચાણ અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મળતી વિગતો મુજબ તે મોબાઈલ ડિસ્પેન્ચર (બાઉઝર) ઉત્પતિ પેટ્રોલિયમ, મુ.વરસડાનું અને આ પંપના માલિક રાજકોટના રહેવાસી હેમાંશુ દિલીપભાઇ દવે હોવાની વિગતો મળી છે.

મહત્વનું છે કે, ડીઝલ વેચાણના અધિકૃત્ત પુરાવાઓ ડ્રાઈવર સહિત આ વાહન બગસરા તાલુકા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યાં હતા અને જરુરી તપાસ કરી તે સીઝ કરવા બગસરા તાલુકા મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. રુ.23,02,194ની કિંમતની મોબાઈલ ડિસ્પેન્ચર (બાઉઝર) યુનિટ ટેન્કર સહિત સીઝ કરવામાં આવ્યું હોવાનું બગસરા તાલુકા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...