નિધન:મતિરાળાના હસમુખા હનુમાન મંદિરના મહંતનુ નિધન થયું

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકાેની ઉપસ્થિતિમાં મહંતની અંતિમવિધી કરાઇ

મતિરાળાના હસમુખા હનુમાન મંદિરના મહંત સીતારામબાપુનુ અાજે નિધન થયુ હતુ. અા વિસ્તારના ભાવિકાેની હાજરીમા તેમની અંતિમવિધી કરાઇ હતી.

લાઠી તાલુકાના મતિરાળા ખાતે અાવેલ અા હનુમાન મંદિર વાવ તરીકે પણ અાેળખાઇ છે. જેના મહંત સીતારામબાપુનુ અાજે નિધન થયુ હતુ. જેના પગલે સેવકાેમા શાેકની લાગણી ફેલાઇ હતી. વર્ષાે પહેલા અા જગ્યાઅે દયારામબાપુઅે 13 વર્ષ સુધી તપ કર્યુ હતુ. તેઅાે મતિરાળાથી ગયા ત્યારથી અત્યાર સુધી સીતારામબાપુઅે અા જગ્યામા સેવા કરી હતી. તેઅાે હનુમાનજીના ઉપાસક હતા. અહી તેમણે માેટી સંખ્યામા લીમડા વાવ્યાં હતા અને નદીમાથી કાવડમા પાણી લાવી અા વૃક્ષાેનુ જતન કર્યુ હતુ. અાજે સેવકગણની ઉપસ્થિતિમા તેમની અંતિમવિધી કરાઇ હતી. હવે સંત હરીદાસબાપુ અા જગ્યામા સેવા અાપશે.