મનમાં લાગી આવતા ભરેલું પગલું:પ્રેમીકાને નોકરી કરવાની ના પાડી પણ ન માની એટલે યુવાને ઝેર પીધું

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે પોતાના ઘરે ઘાસ બાળવાની ઝેરી દવા પીધી" તી
  • મનમાં લાગી આવતા ભરેલું પગલું : ધારીના કુબડાની ઘટના

ધારી તાલુકાના કુબડામા રહેતા એક યુવકે તેની પ્રેમિકાને નોકરી કરવાની ના પાડી હતી. પરંતુ તેણે વાત માની ન હતી જેના કારણે યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ. યુવકના આપઘાતની આ ઘટના ધારી તાલુકાના કુબડામા બની હતી. અહી રહેતા ગોરધનભાઇ જીણાભાઇ મકવાણા (ઉ.વ.23) નામના યુવકે પોતાના ઘરે ઘાસ બાળવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

બનાવ અંગે દિપકભાઇ નાનજીભાઇ મકવાણાએ ધારી પોલીસને એવુ જણાવ્યું હતુ કે ગોરધનભાઇને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તે આંગણવાડીમા નોકરી કરતી હોય જેથી તેણે નોકરી કરવાની ના પાડી હતી. પરંતુ આ યુવતીએ તેની વાત ન માનતા તેણે આ પગલુ ભર્યુ હતુ. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.જે.નાગર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...