કામગીરી:લાઠીમાં પોલીસવડાનો લોક દરબાર યોજાયો

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત લાઠી પોલીસ સ્ટેશનના રેકર્ડની ચકાસણી કરાઈ

જિલ્લા પોલીસવડા હિંમકરસિંહ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવે છે. લાઠી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન હાથ ધરાયું હતું. આ દરમિયાન પોલીસ અધિક્ષકની અધ્યક્ષસ્થામાં લોકદરબાર યોજાયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની પરેડ લવામાં આવી હતી. તે દરમિયાન પરેડ કૌશલ્ય, ટર્ન આઉટ જેવા પાસાઓ ચકાસવામાં આવ્યા હતા.

લાઠી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઈન્સ્પેકશન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અહી ડીટેક્શન, આરોપીઓ પકડવાની કામગીરી, અટકાયતી પગલા, પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરી, ટ્રાફિક લગત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડાએ સારી કામગીરી કરનારને બિરદાવ્યા હતા. તેમજ પરિણામલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લાઠી પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સાથે ચર્ચા કરી તેમની રજૂઆત સાંભળી હતી અને તેના નિરાકરણ માટે કાર્યવાહી કરી હતી.

બીજી તરફ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકો સાથે સંવાદ કર્યો હતો. અહી લોકોને સાયબર ક્રાઈમ, ટ્રાફિક અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને નીડર બની તેમની ફરિયાદ નોંધાવવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઈ પણ અસામાજીક પ્રવૃતિ અંગે પોલીસને જાણ કરવા સમજણ આપી હતી.

તેમજ અનુસુચિત જાતિ મહોલ્લામાં વિઝીટ કરી અહીના લોકો સાથે સંવાદ કર્યો હતો. અને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પોલીસ લાઈનની વિઝીટ કરી પોલીસ પરિવારોની મુલાકાત લીધી હતી. અહી સ્વચ્છતા અંગે મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ. પોલીસ પરિવાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તેમની રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...