વીડિયો વાઈરલ:ધારીના મોરજર ગામની આંબાવાડીમાં ત્રણ સિંહબાળ સાથે સિંહણે ધામા નાખ્યા

અમરેલી10 દિવસ પહેલા
  • આકરી ગરમી વચ્ચે સિંહબાળ ઉછળકૂદ કરતા જોવા મળ્યા

ગુજરાતના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. અમરેલીમાં પણ હાલ 44 ડિગ્રી આસપાસનું તાપમાન લોકોને અકળાવી રહ્યું છે. એવામાં ધારીની આંબાવાડીમાં આરામ ફરમાવતી એક સિંહણ અને ત્રણ સિંહબાળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અમરેલી જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો વાઈરલ થતા રહે છે. સામાન્ય રીતે શિકાર કરતા સિંહના વીડિયો વાઈરલ થતા હોય છે. તેની વચ્ચે એક આકર્ષક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક સિંહણ તેના ત્રણ સિંહબાળ સાથે જોવા મળી રહી છે. આંબાવાડીમાં આરામ ફરમાવી રહેલી સિંહણ અને સિંહબાળનો આ વીડિયો ધારી તાલુકાના મોરજર ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...