તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:આંબરડીના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કડિયાળીમાં વિજશાેક લાગતા યુવકનું માેત નિપજ્યું

અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિતના માેત થયા હતા. ધારીના અાંબરડીમા રહેતા પિયુષ ધીરૂભાઇ જાવંદ્રા (ઉ.વ.30) નામના યુવકે પાેતાની વાડીઅે અાવેલ અાેરડીની બાજુમા અાંબાના ઝાડની ડાળીઅે દાેરડા વડે કાેઇ અગમ્ય કારણાેસર ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. જેને પગલે તેને સારવાર માટે પ્રથમ ધારી અને બાદમા અમરેલી સિવીલ હાેસ્પિટલમા રીફર કરાયાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે ધીરૂભાઇ હમીરભાઇ જાવંદ્રાઅે ધારી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ ચાૈધરી ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય અેક ઘટનામા જાફરાબાદ તાલુકાના કડિયાળીમા રહેતા અાતુભાઇ ઉકાભાઇ સાેલંકી (ઉ.વ.30) નામનાે યુવક રાત્રીના સમયે પાેતાની વાડીઅે રખાેપુ કરવા માટે જતાે હતાે ત્યારે અરજણભાઇ રામભાઇ સાેલંકીના વાડીના શેઢે પહાેંચતા ઇલેકટ્રીક ઝટકા મશીનના વાયર પર અકસ્માતે પડી જતા તેનુ વિજશાેક લાગતા માેત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...