વતન વાપસી:અમરેલી જિલ્લાનો અંતિમ છાત્ર પણ યુક્રેનથી પરત ફર્યો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથમાં ભારતનો ઝંડો રાખનારા છાત્રોને બીજા દેશની બોર્ડરમાં સરળતાથી પ્રવેશ મળ્યો
  • માઇનસ 10 ડિગ્રી તાપમાન વચ્ચે અન્ય ત્રણથી ચાર હજાર જેટલા છાત્રોએ સંઘર્ષ કરવો પડયો

અમરેલી જિલ્લામાથી અેમબીબીઅેસનાે અભ્યાસ કરવા માટે 21 જેટલા છાત્રાે યુક્રેન ગયા હતા. યુક્રેન અને રશીયા વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાતા અા છાત્રાે મુશ્કેલીમા મુકાયા હતા. અને ઘરે પરત ફરવા સંઘર્ષ કર્યાે હતાે. જાે કે અમરેલી જિલ્લાના તમામ છાત્રાે હેમખેમ ઘરે પરત ફર્યા હતા. ગઇકાલે ચાર છાત્રાે પરત ફર્યા હતા.

રાજદીપ અાનંદભાઇ ભટ્ટ નામના છાત્રઅે જણાવ્યુ હતુ કે તેઅાે પાેલેન્ડ અને બાદમા સેનીમેરીકા બાેર્ડર પર પહાેંચ્યા હતા. જાે કે અહી માઇનસ 10 ડિગ્રી તાપમાન વચ્ચે અન્ય ત્રણથી ચાર હજાર જેટલા છાત્રાેઅે સંઘર્ષ કરવાે પડયાે હતાે. અહી નેપાળ, અફઘાની, નાઇઝીરીયા સહિત દેશાેના છાત્રાે પણ હતા. જાે કે ભારત સરકાર દ્વારા અાેપરેશન ગંગા હેઠળ તે સલામત રીતે ઘર સુધી પહાેંચી ગયાે હતાે.

જયારે અન્ય અેક છાત્ર હર્ષ નિમાવતે જણાવ્યું હતુ કે તેઅાે યુક્રેનમા રહી અભ્યાસ કરતાે હતાે. યુધ્ધની સ્થિતિ સર્જાતા તે ફસાઇ ગયાે હતાે. જાે કે અહી ભારતના છાત્રાે રાષ્ટ્રીય ધ્વજ હાથમા રાખે અથવા તાે વાહન પર લગાવી દે તાે કાેઇ રાેકતુ ન હતુ. તેઅાે હંગેરી બેાર્ડરથી ભારત સરકારના અેરફાેર્સ પ્લેનમા સલામત રીતે વતન પરત પહાેંચી ગયાે હતાે.

જીંજકાનો યુવક પણ પરત ફર્યો
રાજુલાના જીંજકામા રહેતાે હર્ષદ દેવાતભાઇ સીસારા નામનાે યુવક યુક્રેનમા ફસાયાે હતાે. જાે કે અાજે અા યુવક હેમખેમ પરત ઘરે પહાેંચતા અહી પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સાેલંકી, પીઠાભાઇ નકુમ, હરસુરભાઇ લાખણાેત્રા, શુકલભાઇ બલદાણીયા, બળવંતભાઇ લાડુમાેર, સાગરભાઇ સરવૈયા, કાનાભાઇ ગાેહિલ વિગેરે અાગેવાનાેઅે તેમનુ સ્વાગત કર્યુ હતુ.

પોલેન્ડ બોર્ડર પર છાત્રોને થોડી મુશ્કેલી પડી
યુક્રેનના ટર્નાેપીલથી પાેલેન્ડ બાેર્ડર નજીક થતી હાેય અહી માેટી સંખ્યામા ભારત સહિત અન્ય દેશાેના છાત્રાે હતા. બાેર્ડર પર ભારે ભીડ હેાય તેમજ તાપમાન પણ માઇનસ 10 ડિગ્રી જેટલુ હાેય અહી છાત્રાેને મુશ્કેલી પડી હતી. જાે કે ભારત સરકાર દ્વારા અાેપરેશન ગંગા હેઠળ તે સલામત રીતે વતન પરત પહાેંચી ગયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...