ફરિયાદ:સ્વામીનારાયણ મંદિરને વેચેલી જમીનનું મહિલા મંદિરને પણ સાટાખત કરી દીધું

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન બિન ખેતી થયા બાદ દસ્તાવેજ કરી આપવાનો વાયદો કર્યો હતો
  • બે શખ્સે સામે 84 લાખની છેતરપીંડી સબબ બગસરા પોલીસમાં ફરિયાદ

બગસરામા બે શખ્સોએ અહીના સ્વામીનારાયણ મંદિરને રૂપિયા 84 લાખમા જમીન વેચ્યા બાદ આ જ જમીનનો એક ટુકડો રૂપિયા 20 લાખમા મહિલા સ્વામીનારાયણ મંદીરને વેચવા સાટાખત કરતા બંને સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે.

બગસરામા બંગલી ચોકમા રહેતા અને સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ તરીકે ફરજ બજાવતા દલસુખભાઇ ગોવિંદભાઇ હિરપરાએ આ અંગે અહીના કુરજીભાઇ રૈયાભાઇ અકબરી અને મોહિત જયંતીભાઇ અકબરી સામે બગસરા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

જેમા તેમણે જણાવ્યું છે કે વર્ષ 2017મા તેમની માલિકીની 4050 ચો.મીટર બિનખેતી થયેલી જમીન સ્વામીનારાયણ મંદિરને વેચવા સોદો થયો હતો અને આ પેટે રૂપિયા 84 લાખ ચુકવાયા હતા. જમીન બિનખેતી થયા બાદ દસ્તાવેજ કરી આપવાનો વાયદો હતો. આ જમીન બિનખેતી કરી આપવામા પણ તેમણે મદદ કરી હતી.

જમીન બિનખેતી થયા બાદ તેમણે બંને શખ્સોને દસ્તાવેજ કરી આપવા કહ્યું હતુ. પરંતુ તેમણે ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમા તપાસ કરતા ખબર પડી હતી કે આ જમીન પૈકી 2200 ચો.મીટર જમીનનુ સાટાખત અહીના મહિલા સ્વામીનારાયણ મંદિરને રૂપિયા 20 લાખમા કરી આપવામા આવ્યુ઼ હતુ. આમ મિલકતનો ભાગ કરી બંનેએ કપટપુર્વક છેતરપીંડી કરતા તેમના વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...