તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:8 લોકોના હત્યારાએ રાજુલામાં અઢી કરોડની 27 વિઘા જમીન ખરીદી હતી

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • નાણાં કયાંથી આવ્યા અને કાેના નામે જમીન ખરીદાઇ ઉંડી તપાસની જરૂર

હરિયાણાના હિસારમા પોતાના ધારાસભ્ય સસરા સહિત આઠ પરિવારજનોની ઘાતકી હત્યા કરી જેલમાથી નાસેલા અને રાજુલાના છતડીયામા ઓમ આનંદગીરીના નામે સાધુ બની છુપાયેલા સંજીવની ધરપકડ થયા બાદ હવે રાજુલામા તેના કારનામા પણ સામે આવી રહ્યાં છે. દોઢ વર્ષ પહેલા તેણે રાજુલામા રૂપિયા અઢી કરોડની 27 વિઘા જમીન ખરીદી હોવાનુ કહેવાય છે. આ જમીન કોના નામે ખરીદાય અને નાણા કયાંથી આવ્યા તે ઉંડી તપાસનો વિષય છે. રાજુલાના છતડીયાના આનંદ ઓમ આશ્રમના ઓમ આનંદગીરીની પાપલીલાનો ભેદ ખુલી ગયા બાદ હવે રાજુલા પંથકમા પણ તેણે કરેલા કરતુતો સામે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના હિસાર જિલ્લાના બરવાળાના પૂર્વ ધારાસભ્ય રેલુ રામ પુનિયા અને તેની પત્ની સહિત આઠ પરિજનોની એકસાથે ઘાતકી હત્યા કરી હતી.

ઓમ આનંદગીરી ઉર્ફે આઠ લોકોના હત્યારા સંજીવે થોડા સમય પહેલા 27 વિઘા જમીન ખરીદી હોવાનુ કહેવાય છે. જો કે આ જમીન આશ્રમના નામે ખરીદાઇ કે અન્યના નામે ? આટલી મોટી રકમ જમીન ખરીદવા માટે કયાંથી આવી વિગેરે મુદા ઉંડી તપાસ માંગી રહ્યાં છે. અહી જયારે રાજયપાલની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજવામા આવ્યો ત્યારે આ કાર્યક્રમના નામે પણ આસપાસના લોકો પાસેથી ફંડ એકઠુ કરવામા આવ્યું હતુ.

હત્યારો આશ્રમની મહિલાને એડવોકેટ કહીને બોલાવતો
ઓમ આનંદગીરીની સાથે રહેતી મહિલા હાલમા ગાયબ છે. વાચાળ સ્વભાવની આ મહિલા નાણાનો વહિવટ સંભાળતી હતી. તેનુ રાજયપાલના હસ્તે સન્માન પણ કરવામા આવ્યું હતુ. ઓમ આનંદગીરી તેને એડવોકેટ કહીને બોલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો