તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘટસ્ફોટ:પૂર્વ MLA સહિત 8 સાસરિયાંનો હત્યારો છતડિયા ગામમાં સાધુ બનીને રહેતો હતો, હરિયાણાની STFA ટીમે મેરઠમાંથી પકડ્યો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલા રાજુલામાં રાજ્યપાલના કાર્યક્રમમાં પણ ઓમ આનંદગિરિ હાજર હતાે
  • આશરો આપનાર સામે પણ પગલાં લેવાશે

રાજુલાના છતડિયામા સાધુના રૂપમા શેતાન રહેતાે હતાે પરંતુ લોકો તેને બે વર્ષ સુધી સાધુ માની માન સન્માન આપતા રહ્યા. હદ તાે ત્યારે થઇ કે આ શખસ ખુદ રાજ્યપાલના કાર્યક્રમમાં પણ મહેમાન બની સ્ટેજ પર બિરાજમાન થયો. હરિયાણાના હિસાર જિલ્લાના બરવાળાના પૂર્વ ધારાસભ્ય રેલુ રામ પુનિયા અને તેની પત્ની સહિત આઠ પરિજનાેની એકસાથે ઘાતકી હત્યા થઇ હતી.

આ હત્યા રેલુ રામના જમાઇ સંજીવ અને તેની પુત્રી સાેનીયાઅે જ કરી હતી. 1997મા લખનાૈઉમા અેક સ્પાેર્ટસ મીટમા સંજીવ અને સાેનીયા મળ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થતા 1998મા લગ્ન કરી લીધા હતા. તે સમયે રામ પુનીયા ધારાસભ્ય હતા. જાે કે સાેનીયાને પિયરના લાેકાે સાથે વાંધાે પડયાે હતાે. જેને પગલે 24 અાેગષ્ટ 2001મા સંજીવ અને સાેનીયાઅે 8 પરિજનાેની હત્યા કરી નાખી હતી. ધરપકડ બાદ કેસ ચાલી જતા હિસાર અદાલતે 2004મા બંનેને ફાંસીની સજા કરી હતી.

જાે કે મામલાે સુપ્રિમ કાેર્ટમા જતા ફાંસીની સજાને ઉમરકેદમા ફેરવાઇ હતી. 2008મા તે જેલમાથી પેરાેલ પર છુટયા બાદ નાસી જઇ રાજુલા તાલુકાના છતડીયા ગામે અાવી અાેમ અાનંદગીરીબાપુ નામ ધારણ કરી અાેમ અાનંદ યાેગ અાશ્રમની સ્થાપના કરી હતી. તા. 23/2/2020ના રાેજ રાજયપાલની ઉપસ્થિતિમા રાજુલા યાર્ડમા ગાય અાધારિત ખેતી અંગે ખેડૂત સંમેલન યાેજાયુ હતુ. જે કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા પણ તેણે સંભાળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો