તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્ચ ઓપરેશન:દોઢ વર્ષ સુધી રાજુલાના છતડીયા નજીકના આશ્રમમાં સાધુ બનીને રહેતો હતો હત્યારો, રાજુલા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

રાજુલા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

8 લોકોની હત્યા કરીને જેલમાંથી ભાગેલો આરોપી સાધુ વેશ ધારણ કરીને અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના છતડીયા ગામ નજીક આશ્રમમાં રહેતો હતો. દોઢ વર્ષ સુધી આ આશ્રમમાં સાધુ બનીને રહેનાર મૂળ હરિયાણાના સંજીવ નામના આરોપીને પકડવામાં આવતા અમરેલી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે બીજી તરફ રાજુલા પોલીસ દ્વારા આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ હત્યારા સાથે જોડાયેલી વિગતો મેળવવામાં આવી રહી છે.

સસરાના આખા પરિવારની સગા જમાઇએ હત્યા કરીસમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, હરિયાણાના હીરાસાના પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયાના આખા પરિવારની તેના જ જમાઈ સંજીવે સસરા સહિત પરિવારનો હત્યાકાંડ કરી દીધો હતો. ત્યારબાદ જેલમાં સજા ભોગવતો હતો પરંતુ જેલમાંથી ભાગી ઉત્તરપ્રદેશ અને પંજાબમાં સાધુનો વેશ ધારણ કરી રહેતો હતો. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી આરોપી ગુજરાતમા આવ્યો હતો. જે અમરેલીના રાજુલાના છતડીયા ગામ નજીક આવેલ ખડેશ્વરી બાપુના આશ્રમમાં ઓમઆનંદગિરી બાપુના નામે રહેતો હતો.

અંબાલા પોલીસે મેરઠ નજીકથી આરોપીને દબોચ્યોદોઢ વર્ષમાં અનેક સરકારી ઓફિસરો અને રાજનેતાઓ સાથે આરોપીએ સંબંધો મજબૂત બનાવ્યા અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી અહીંથી પંજાબ તરફ ભાગી ગયો હતો. જોકે, અંબાલા પોલીસે મેરઠ નજીકથી આરોપીને દબોચી લીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ અમરેલી જીલ્લા પોલીસને થતાં રાજુલા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અહીં આશ્રમમાં કેટલા સમયથી રહેતો હતો જેવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી આસપાસના લોકોની પૂછપરછ રાજુલા પોલીસ કરી રહી છે.

આરોપી "સંજીવ"માંથી બન્યો "આનંદગીરી"આ હત્યારાનુ સાચુ નામ સંજીવ હતું જ્યારે પોતે સાધુનો વેશ ધારણ કરીને ઓમઆનંદગિરી બાપુ નામ અપાયુ હતુ. દોઢ વર્ષ સુધી રાજુલાના છતડીયા ગામ નજીક રાજકીય માણસો વચ્ચે 8 હત્યાનો આરોપી રહી ગયો છે જેના કારણે સ્થાનીક પોલીસે આશ્રમ વિશે વિશેષ તપાસ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે.

છતડીયા આશ્રમ ની તતસવીર
છતડીયા આશ્રમ ની તતસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો