મેઘ મહેર:ખાેડિયાર ડેમમાં પણ હજુ સતત 1600 કયુસેકસ પાણીની આવક

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંગલમાંથી પાણીની આ​​​​​વક ચાલુ રહેતા બે દરવાજા એક ફૂટ ખુલ્લા રખાયા

અમરેલી જિલ્લામા વરસાદના છેલ્લા રાઉન્ડના કારણે માેટાભાગના જળાશયાેમા ભરપુર નવુ પાણી અાવ્યું છે. ગીર પંથકમા પડેલા વરસાદને પગલે ખાેડિયાર ડેમ છલકાઇ ગયાે છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનાે વિરામ છે અામ છતા જંગલમાથી ડેમમા પાણીની સતત અાવક ચાલુ હાેય ડેમના બે દરવાજા અેક ફુટ સુધી ખુલ્લા રાખવામા અાવ્યાં છે. પ્રાપ્ત વિગત મુજબ, ખાેડિયાર ડેમમા છેલ્લા ત્રણ દિવસથી સતત 1600 કયુસેકસ પાણીની અાવક થઇ રહી છે. અા ડેમની ક્ષમતા 1057 અેમસીઅેફટી પાણી સંગ્રહી શકવાની છે.

વરસાદના છેલ્લા રાઉન્ડમા ભરપુર પાણી અાવતા અા ડેમ છલકાઇ ગયાે હતાે. જેને પગલે અેક સમયે ડેમના પાંચ દરવાજા ખેાલી નાખવા પડયા હતા. હાલમા અા ડેમ સાે ટકા ભરાયેલાે છે અને ઉપરવાસમાથી પાણીની અાવક ચાલુ છે. ગીર જંગલમા અાેણસાલના વરસાદને પગલે શેત્રુજી નદી સતત વહેતી થઇ છે.

જંગલમાથી ફુટતા ઝરણાઅાેને પગલે ડેમમા પાણીની અવિરત અાવક ચાલુ હાેય બે દરવાજા અેક ફુટ સુધી ખુલ્લા રાખવામા અાવ્યાં છે. ખાેડિયાર ડેમમાથી વહી જતુ પાણી છેક પાલિતાણાના શેત્રુજી ડેમમા જાય છે અને ચાલુ ચાેમાસામા અા શેત્રુજી ડેમ પણ છલાેછલ ભરેલાે છે જેને પગલે વધારાનુ પાણી બિનજરૂરી રીતે સમુદ્રમા વહી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...