તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા ફરી અેક વખત કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું છે. દરરાેજ 20થી વધુ કાેરાેનાના દર્દી સામે અાવી રહ્યાં છે. અમરેલી સિવીલમા કાેરાેના વાેર્ડમા પણ 100 બેડ હાઉસફુલ થવા અાવ્યા છે. ત્યારે અા પ્રશ્ને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કલેકટરને પણ રજુઅાત કરાઇ હતી. જેને પગલે તંત્રઅે કાેરેાનાના દર્દીઅાેની સારવાર માટે વધુ 300 અાઇસાેલેટેડ બેડની વ્યવસ્થા ઉભી કરી છે.ચુંટણી અને તહેવારાે પુર્ણ થયા બાદ અમરેલી જિલ્લામા કાેરાેનાનુ સંક્રમણ અેકાઅેક વધી ગયુ છે. દરરાેજ કાેરાેનાના 20થી વધુ દર્દીઅાે સામે અાવી રહ્યાં છે.
હાલ અમરેલી સિવીલમા કાેરાેનાના દર્દીઅાેને દાખલ કરવા માટે 100 બેડની વ્યવસ્થા કરવામા અાવી હતી. જાે કે હવે દર્દીઅાે વધવા લાગતા અહી પણ બેડ હાઉસકુલ થઇ ગયા છે. ત્યારે તંત્ર દ્વારા રાધિકા હાેસ્પિટલમા વધુ 62 બેડ ઉભા કરવા તૈયારી કરવામા અાવી રહી છે. અા ઉપરાંત જે દર્દીઅાે સ્ટેબલ હાેય અને અાેકસિજનની જરૂર ન હાેય તેવા દર્દીઅાેને પણ અન્ય સ્થળે રાખવાની સુવિધા માટે પણ તંત્ર દ્વારા તૈયારી કરવામા અાવી રહી છે.
મુખ્ય જિલ્લા અારાેગ્ય અધિકારી ડાે.જયેશ પટેલે જણાવ્યું હતુ કે હાલમા સિવીલ હાેસ્પિટલમા બેડ ફુલ થવા અાવ્યા છે. જેથી રાધિકા હાેસ્પિટલમા વધુ બેડ ઉભા કરવા તૈયારી કરવામા અાવી રહી છે. અા ઉપરાંત સ્ટેબલ પેશન્ટને રાખવા માટે પણ સ્થળ ઉભા કરાશે. હાલમા તંત્ર પાસે વેન્ટીલેટર, અાેકસિજન સહિત પુરતા પ્રમાણમા સાધનાે ઉપલબ્ધ છે.
કયા સ્થળે કેટલા અાઇસાેલેટેડ બેડની સુવિધા ?
અમરેલી બાલભવન | 20 બેડ |
અેલડી હાેસ્ટેલ | 65 બેડ |
રાધિકા હાેસ્પિટલ | 62 બેડ |
અેઇમ્સ હાેસ્પિટલ | 25 બેડ |
સિવીલ હાેસ્પિટલ | 50 બેડ |
હાેટેલ નેપ્ચુન | 25 બેડ |
સાવરકુંડલા સિવીલ | 50 બેડ |
અાજે 1361 લાેકાેના અારટીપીસીઅાર ટેસ્ટ કરાયા
શહેરમા કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું હાેય તેમજ અન્ય રાજયમા અવરજવર માટે અારટીપીસીઅાર ટેસ્ટ ફરજીયાત હાેય અાજે 1361 લાેકાેના અારટીપીસીઅાર ટેસ્ટ કરાયા હતા. જયારે 564 અેન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
8993 લાેકાેઅે વેક્સિન લીધી
હાલ જિલ્લામા કાેરાેના સામે લડવા વેકસીનેશન ઝુંબેશ પણ ચાલી રહી છે. જુદાજુદા શહેરમા અારાેગ્ય તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઅાેના સહયાેગથી વેકસીનેશન કેમ્પાેનુ પણ અાયાેજન કરવામા અાવી રહ્યુ છે. 60 વર્ષથી ઉપરના તેમજ 45 થી 60 વર્ષની વયના તમામ લાેકાેને વેકસીન અાપવામા અાવી રહી છે. ત્યારે અાજે 8993 લાેકાેઅે વેકસીન લીધી હતી.
જિલ્લામાં માસ્ક ન પહેરનાર તેમજ સાેશ્યલ ડિસ્ટન્સ ન રાખનાર સામે કરી કાર્યવાહી
તાે બીજી તરફ કાેરાેનાનુ સંક્રમણ અટકાવવા પાેલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. અાજે પાેલીસે જાહેરનામાનાે ભંગ કરનાર લાેકાે સામે કાર્યવાહી કરી હતી. પાેલીસે જાફરાબાદ, મિતીયાળા અને ટીંબીમા માસ્ક પહેર્યા વગર અાંટા મારતા ત્રણ લાેકાે સામે ગુનાે નાેંધાયાે હતેા. જયારે પટવા, રાજુલા, ડુંગર અને વંડામા વાહનમા મુસાફરાેને બેસાડી સાેશ્યલ ડિસ્ટન્સનુ પાલન ન કરનાર વાહન ચાલકાે સામે કાર્યવાહી કરાઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.