તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઇકોસીસનું વધતું પ્રમાણ:મ્યુકરમાઇકાેસીસનું પ્રમાણ મહિલામાં બમણું

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી જિલ્લામાં 25 દિવસથી મ્યુકરમાઇકોસીસનો ઉપદ્રવ: પ્રથમ કેસ 9 મેના રોજ સામે આવ્યો" તો
  • મ્યુકરના કન્ફર્મ અને શંકાસ્પદ 24 દર્દીમાંથી 17 મહિલા અને 7 પુરૂષ : માેટાભાગના દર્દી ગ્રામિણ વિસ્તારમાંથી

મ્યુકરમાઇકાેસીસનાે ઉપદ્વવ અમરેલી જિલ્લામા છેલ્લા 25 દિવસથી શરૂ થયાે છે. જેનાે પ્રથમ કેસ ગત 9મેના રાેજ સામે આવ્યાે હતાે. અત્યાર સુધીમા અમરેલી જિલ્લામા મ્યુકરમાઇકાેસીસના 24 કેસ નાેંધાયા છે. આ 24 કેસમાથી પુરૂષ દર્દીઓ માત્ર 7 છે. જયારે મહિલા દર્દીની સંખ્યા 17 છે. આમ જિલ્લામા મ્યુકરમાઇકાેસીસનુ પ્રમાણ પુરૂષ કરતા મહિલાઓમા બમણાથી પણ વધુ જાેવા મળે છે.

અમરેલી જિલ્લામા મ્યુકરમાઇકાેસીસના કેસ શહેરી વિસ્તાર કરતા ગ્રામિણ વિસ્તારમા વધુ જાેવા મળે છે. અમરેલી સિવીલ હાેસ્પિટલમા સરકારની સુચનાથી મ્યુકરમાઇકાેસીસ માટે એક અલગથી વાેર્ડ તાે ખાેલી નાખવામા આવ્યાે છે. સિવીલ હાેસ્પિટલમા ઇએનટી સર્જન ઉપરાંત દાંત, આંખ વિગેરે નિષ્ણાંત તબીબાે પણ છે. પરંતુ સરકાર દ્વારા અહી દવાઓનાે જથ્થાે ફાળવવામા આવતાે ન હાેય માેટાભાગના દર્દીઅાેને રાજકાેટ રીફર કરી દેવા પડે છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓ ભાવનગર અને સુરતમા પણ દાખલ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા મ્યુકરમાઇકાેસીસથી ત્રણ દર્દીના માેત થઇ ચુકયા છે. આ 24 દર્દીઓ પૈકી 3 દર્દીઓ 70 વર્ષથી વધુની ઉંમરના છે. મ્યુકરમાઇકાેસીસથી સામાન્ય રીતે કાેરાેના થયાે હાેય તેવા દર્દીઓમા વધુ જાેવા મળે છે. અને હાલમા અમરેલી જિલ્લામા કાેરાેનાનાે ઉપદ્વવ પણ ધીમેધીમે શાંત થઇ રહ્યાે છે. ત્યારે આવનારા દિવસાેમા મ્યુકરમાઇકાેસીસના કેસમા પણ ઘટાડાે થાય તેવી શકયતા જાેવાઇ રહી છે.

સરકાર અમરેલીમા ઇંજેકશન કયારે ફાળવશે
અમરેલી સિવીલ હાેસ્પિટલમા આ દર્દીઓ માટે ઇન્ફ્રાસ્ટકચર તૈયાર છે. સિવીલ હાેસ્પિટલ દ્વારા એક હજાર ઇંજેકશનની માંગણી કરવામા આવી છે. પરંતુ હજુ સુધી એકપણ ઇંજેકશન અહી માેકલાયુ નથી. દવાનાે જથ્થાે મળ્યા બાદ જ સિવીલમા સારવાર શરૂ થશે.

તમામ દર્દીઓ 40 વર્ષથી વધુ વયના
અમરેલી જિલ્લામા મ્યુકરમાઇકાેસીસના જે કન્ફર્મ અને શંકાસ્પદ દર્દી જાેવા મળ્યા છે તે તમામ 40 કે તેથી વધુ વર્ષની વયના લાેકાેમા જાેવા મળ્યાં છે. 40 વર્ષથી નીચેની વયમા એકેય દર્દી જાેવા મળ્યાે નથી.

અમરેલી જિલ્લામાં કાેરાેનાના 22 કેસ નાેંધાયા
​​​​​​​એક સમયે અમરેલી જિલ્લામા કાેરેાનાના 100 થી 125 દર્દી રેાજ આવતા હતા. હવે આ દર્દીઓની સંખ્યા પાંચમા ભાગની થઇ ગઇ છે. ગઇકાલે અમરેલી જિલ્લામા કાેરાેનાના માત્ર 22 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...