તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પત્નીની હત્યા કરી લાશ સળગાવી દેનાર પતિનું સારવારમાં મોત થયું

વડીયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડીયા ગામે ગૃહકંકાસમાં પતિ પત્ની બંનેએ જીવ ગુમાવ્યો
 • પેટ્રોલ છાંટી પત્નીની લાશ સળગાવતી વખતે પોતેય દાઝ્યો હતો

વડીયામા ગત સપ્તાહે પતિએ પોતાનાથી અલગ રહેતી પત્નીના માથામા કોંસનો ઘા મારી તેની હત્યા કરી લાશ સળગાવી દીધાની ઘટનામા પતિ પોતે પણ ગંભીર રીતે દાઝી ગયો હોય આજે રાજકોટ સિવીલ હોસ્પિટલમા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. વડીયામા ગૃહકંકાશમા પતિ પત્ની બંનેએ જીવ ગુમાવ્યો છે. ગત 28મી તારીખે વડીયાના બીજલ વાઘેલા નામના 70 વર્ષીય વૃધ્ધે પોતાની 65 વર્ષીય પત્ની સાકરબેનની ઘાતકી હત્યા કરી હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય સાકરબેન છેલ્લા પાંચ વર્ષથી પોતાના નાના પુત્ર સાથે પતિથી અલગ બાજુમા જ રહેતા હતા. બનાવના દિવસે બીજલભાઇ પત્ની પાસે ઘઉં લેવા માટે ગયા હતા. આ સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બીજલભાઇએ ઉશ્કેરાઇ જઇ પત્નીના માથામા કોંસનો ઘા મારી દઇ તેની હત્યા કરી નાખી હતી.હત્યા બાદ તેણે પત્નીની લાશ પર બોટલમાથી પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. આ સમયે પોતે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. બીજલ વાઘેલાને સારવાર માટે પ્રથમ જુનાગઢ દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવીલમા રીફર કરવામા આવેલ જયાં આજે તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે વડીયા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો