તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કોલડાની પરિણીતાને પતિએ મારી નાખવાની ધમકી આપી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચારિત્ર્ય અંગે શંકા રાખી દુ:ખત્રાસ આપ્યો

વડીયા તાલુકાના કોલડા ગામની એક પરિણિતાને તેના પતિ સહિત સાસરીયાઓએ ચારિત્ર્ય અંગે શંકા રાખી શારીરિક માનસિક દુખત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. વડીયાના કોલડા ગામે રહેતી અને વાડોદર સાસરે સ્થિત રમીલાબેન નરેન્દ્રભાઇ પરમાર નામની મહિલાએ વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ નરેન્દ્રભાઇ તેમજ સસરા બટુકભાઇ, રૂડીબેન બટુકભાઇ, તેજલબેન બટુકભાઇ અને શૈલેષ બટુકભાઇએ મેણાટોણા મારી શારિરીક માનસિક દુખત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત ચારિત્ર્ય અંગે શંકા રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ એમ.એન.ગઢવી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો