અવઢવ:પતિએ કહ્યું પત્નીને એટેક આવ્યો છે, મોત ગળું દબાવવાના કારણે થયું હતું

વડીયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવ હત્યાનાે છે કે અાત્મહત્યાનાે- પાેલીસ અવઢવમાં

વડીયા તાલુકાના માેટા ઉજળા ગામે અાજે અેક ખેડૂત મહિલાનુ શંકાસ્પદ માેત થયુ હતુ. પતિઅે હાર્ટઅેટેક અાવ્યાનુ જણાવ્યું હતુ. પરંતુ પત્નીના ગળા પર ફાંસાે લાગ્યાના નિશાનાે હાેય પાેલીસે ઉંડાણથી તપાસ શરૂ કરી છે. બનાવ હત્યાનાે હાેવાની અાશંકાઅે પતિની પુછપરછ કરાઇ રહી છે.

અહીના અાશાબેન મેહુલભાઇ મકવાણા (ઉ.વ.25) નામની મહિલાને મૃત હાલતમા તેના પતિઅે કુંકાવાવના ખાનગી દવાખાને ખસેડી હતી. અહી તેણે પત્નીનુ અચાનક માેત થયાનુ અને કદાચ હાર્ટઅેટેક અાવ્યાનુ જણાવ્યું હતુ. જાે કે મહિલાના ગળા પર ઇજાના નિશાન હાેય ખાનગી દવાખાનેથી અા મહિલાની લાશને વડીયાની સરકારી હાેસ્પિટલે ખસેડાઇ હતી.

શંકાસ્પદ માેતની ઘટનાને પગલે વડીયાના પીઅેસઅાઇ અે.વી.સરવૈયા સ્ટાફ સાથે અહી દાેડી ગયા હતા. પાેસ્ટમાેર્ટમ દરમિયાન મહિલાનુ ગળુ દબાવવાથી માેત થયાનુ ખુલ્યુ હતુ. જાે કે અા મહિલાઅે અાપઘાત કર્યાે હતાે કે કાેઇઅે ગળુ દબાવ્યું હતુ તે સ્પષ્ટ થયુ ન હતુ. પાેલીસની પ્રાથમિક પુછપરછમા તેના પતિઅે પણ સતત ગાેળ ગાેળ જવાબ અાપ્યા હતા. મૃતક મહિલાના માવતર દાહાેદ રહેતા હાેય પાેલીસ તેઅાે અા ઘટના અંગે શું કહે છે તેના પર પણ નજર રાખી રહી છે. માેડી રાત સુધી અા બારામા બનાવ હત્યાનાે છે કે અાત્મહત્યાનાે તે અંગે પાેલીસ ચાેપડે કશું નાેંધાયુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...