ત્રાસ:માવતરેથી કરિયાવર લાવવાનું કહી પતિએ પત્નીને માર માર્યો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય યુવતીઅાે સાથે સરખામણી કરી ત્રાસ ગુજાર્યો

સાવરકુંડલામા રહેતી અેક મહિલાને તેના પતિઅે કરિયાવર લાવવાનુ કહી મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ અન્ય યુવતીઅાે સાથે સરખામણી કરી માનસિક દુખત્રાસ ગુજારતા તેણે અા બારામા સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહીની મંગલમ સાેસાયટીમા રહેતા નમ્રતાબેન હાર્દિકભાઇ જીવાણી (ઉ.વ.25) નામના મહિલાઅે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે લગ્ન બાદ તેના પતિ હાર્દિકભાઇઅે અવારનવાર છુટાછેડા અાપવા તેમજ ઘરેથી કાઢી મુકવાનુ કહી માનસિક દુખત્રાસ ગુજારવાનુ શરૂ કર્યુ હતુ.

અા ઉપરાંત મુંઢમાર મારી અન્ય યુવતીઅાે સાથે સરખામણી કરી શારીરિક માનસિક દુખત્રાસ ગુજાર્યાે હતાે. સસરા ભીખાભાઇ, સાસુ ભારતીબેન, નણંદ અંકિતાબેન વિગેરેઅે પણ તેમની ચડામણી કરી હતી. અા ઉપરાંત હાર્દિકભાઇઅે તેને લાકડાના પાટીયા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ બી.વી.પંડયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...