તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભત્રીજાનાે જન્મ થતા લાડવા દેવા જવાનું કહેતા પતિએ માર માર્યાે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળાે અાપી છુટાછેડા લેવાની ધમકી પણ અાપી
  • બનાવ અંગે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ચલાલામા રહેતા અેક મહિલાને પાેતાના ભત્રીજાનાે જન્મ થયાે હાેય લાડવા દેવા જવાનુ હાેય પરંતુ પતિઅે ના પાડી લાકડી વડે મારમારી છુટાછેડા લેવાની ધમકી અાપતા તેણે અા બારામા ચલાલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

પતિઅે પત્નીને મારમાર્યાની અા ઘટના ચલાલામા બની હતી. પ્રાપ્ત વિતગ મુજબ, અહીના દાનેવ સાેસાયટીમા રહેતા રમીલાબેન રસીકભાઇ બાવળીયા (ઉ.વ.35) નામના મહિલાઅે ચલાલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભત્રીજાનાે જન્મ થયાે હાેય જેથી લાડવા દેવા માટે જવાનુ હાેય પરંતુ તેના પતિ રસીકભાઇઅે ના પાડી બાેલાચાલી કરી હતી.

અા ઉપરાંત ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને ગાળાે અાપી છુટાછેડા લેવાની ધમકી પણ અાપી હતી. આ બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.અેલ.ડાભી વધુ અાગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...