તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકને નુકસાન:વાવાઝોડાથી બાગાયતી પાકના ઇજારદારોને થયું મોટું નુકસાન

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રમુખ લાલજીભાઈ વાઘેલાએ પાકોનો ત્વરીત સર્વે કરી પુરતી સહાય ચૂકવવા મુખ્યમંત્રીને કરી રજુઆત

રાજ્યમાં વાવાજોડાના કારણે ભારે નુકસાન થયું છે. લોકોના ઘર મકાન ખેતીવાડી સહિતને વ્યાપક નુકસાન થયા અને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચીકુ નાળિયેરી,આંબા કેળ સહિતના પાકની બાગાયતી ખેતી કરતા ઇજારદાર ભાઈઓને પણ આ વાવજોડાના કારણે ભારે નુકશાન થયું છે. રાજ્યના જનજાગૃતિ દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી બાગાયતી પાકોનો ત્વરિત સર્વે કરી પૂરતી સહાય કરવા રજુઆત કરી છે.

દેવીપૂજક સમાજના પ્રમુખ લાલજીભાઈ વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે દેવીપૂજક સમાજના ભાઈઓ દ્વારા ચીકુ, કેળ, આંબા,નાળીયેર સહિતના બાગ ઈજારાથી રાખેલ હોય તેમણે જમીન માલિકને એડવાન્સમાં રકમ પણ આપેલ હોય છે. પણ આ વાવજોડાના કારણે સીધું નુકસાન દેવિપુજક ભાઈઓને થયું છે. ત્યારે તાત્કાલીક સર્વે કરવામાં આવે અને તમામ બાગાયતી પાકના ઇજારદારોને સરકાર પૂરતું વળતર મળે તેવી અંતમાં રજુઆત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...