તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરીને અન્ય જ્ઞાતિમાં પરણાવવી છે પરંતુ પુત્રાેની મારી નાખવાની ધમકી

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના નિવૃત પીઆઇની કાેન્ટ્રાકટર તથા અધ્યાપક પુત્ર સામે ફરિયાદ

અમરેલીના એક નિવૃત પીઆઇની પુત્રીએ ઉચ્ચ અભ્યાસ કર્યાે હાેય અને જ્ઞાતિમા તેને લાયક મુરતીયાે મળતાે ન હાેય અન્ય જ્ઞાતિમા પરણાવવાની તૈયારી કરતા તેના કાેન્ટ્રાકટર અને અધ્યાપક પુત્રએ આ મુદે પિતાને મારી નાખવાની ધમકી આપતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે છે.

અમરેલીમા કેરીયારાેડ પર માણેકપરામા રહેતા નિવૃત પાેલીસ ઇન્સ્પેકટર નનકુભાઇ નાજભાઇ માંજરીયાએ આ બારામા પાેતાના પુત્ર પૃથ્વીરાજ કન્સ્ટ્રકશન ચલાવતા પૃથ્વીરાજ માંજરીયા અને રાજકાેટમા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીમા મદદનીશ અધ્યાપક તરીકે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટસ કાયદા ભવનમા નાેકરી કરતા ભગીરથ માંજરીયા સામે સીટી પાેલીસ મથકમા આ ફરિયાદ નાેંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તેમની 35 વર્ષીય પુત્રી ઉમાબાએ એમ.એ વીથ ઇંગ્લીશ, એલએલએમ અને બી.ઇ સિવીલ એન્જીનીયર સુધીનાે ઉચ્ચ અભ્યાસ કર્યાે છે અને તેના લગ્ન થયેલા નથી.

ફરિયાદમા તેમણે જણાવ્યું છે કે તેમની જ્ઞાતિમા ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાનાે મળતા ન હાેય તેની પુત્રીએ લગ્ન કર્યા નથી અને તેના બંને પુત્રાે પાેતાના લાયકાત વગરના અંગત સગા સંબંધીઓ સાથે લગ્ન કરાવવા અવારનવાર દબાણ અને દાદાગીરી કરે છે. તેમણે પાેતાની પુત્રીની અન્ય જ્ઞાતિના શિક્ષિત અને એન્જીનીયર કક્ષાના મુરતીયા સાથે સગાઇ તથા લગ્નની તૈયારી શરૂ કરી હાેય જે વાતથી બંને પુત્રાે નારાજ છે. અને તેના તથા તેના પુત્રીના માેબાઇલમા કાેલ કરી આ મુદે બંનેને મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. જાે અમે કહીએ ત્યાં લગ્ન નહી કરાે તાે ખુન ખરાબા કરીશુ તેવી ધમકી આપતા હાેય આખરે એક નિવૃત પીઆઇએ પાેલીસની મદદ માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...