લોક માંગણી:લાઠીમાં બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડની દીવાલ ઘણા સમયથી ધરાશાયી, કચરાના ઢગ સર્જાયા પણ સફાઈ નહીં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઠીમાં બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે બસ સ્ટેન્ડમાં જ રેઢીયાર પશુઓ પ્રવેશી રહ્યા છે. અહી કચરાના ઢગ સર્જાયા છે. ત્યારે પણ યોગ્ય સફાઈ કરાતી નથી. ત્યારે એસટી તંત્ર લાઠી બસ સ્ટેન્ડની દિવાલ બનાવી યોગ્ય સફાઈ કરાવે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે. લાઠી બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રાન્ડની દિવાલ ધરાશાય થઈ છે.

અહીથી પથ્થર પણ હટાવી લેવાયા છે. જેના કારણે ખુલ્લુ પડ થઈ ગયું છે. અહી દિવાલના અભાવે રેઢીયાર પશુઓ બસ સ્ટેન્ડમાં પ્રવેશી રહ્યા છે. જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. તેમજ અહી કચરાના ઢગ સર્જાયા છે.પરંતુ અહી યોગ્ય સફાઈ કરાતી નથી. ત્યારે એસટી વિભાગ બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં દિવાલનું નિર્માણ કરી યોગ્ય સફાઈ કરાવે તેવી લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...