ડોર ટુ ડોર પ્રચાર:આજથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર પુર્ણ થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારાે ડાેર ટુ ડાેર પ્રચાર કાર્યમાં વ્યસ્ત બનશે

અમરેલી જિલ્લામા 393 ગ્રામ પંચાયતની ચુંટણી માટે અાગામી 19મીઅે મતદાન થવા જઇ રહ્યું છે. હાલ ઉમેદવારાે પુરજાેશમા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પડઘમ બંધ થઇ જાય છે. અાવતીકાલે સાંજે 5 કલાકે ચુંટણીનાે પ્રચાર પુર્ણ થશે. જાે કે બાદમા ઉમેદવારાે ડાેર ટુ ડાેર પ્રચારમા વ્યસ્ત બનશે.

393 ગ્રામ પંચાયતની ચુંટણી માટે અાગામી તારીખ 19મીઅે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તંત્ર દ્વારા પણ મતદાનને લઇને તૈયારીઅાે પુર્ણ કરી લીધી છે. જિલ્લામા 833 મતદાન મથકાે પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. હાલ ઉમેદવારાે પાેત પાેતાની જીત માટે અેડીચાેટીનુ જાેર લગાવી રહ્યાં છે અને પ્રચાર પ્રસાર પુરજાેશમા કરવામા અાવી રહ્યાે છે.

તંત્ર દ્વારા અાવતીકાલે સાંજે 5 કલાકે ચુંટણી માટે પ્રચાર બંધ કરી દેવામા અાવશે. અાવતીકાલ સાંજ સુધીમા ઉમેદવારાે બને તેટલાે પ્રચાર પ્રસાર કરી લેશે. જાે કે બાદમા ઉમેદવારાે ડાેર ટુ ડાેર પ્રચારમા વ્યસ્ત બનશે.

અન્ય સમાચારો પણ છે...