ફરિયાદ:કુટુંબી ભત્રીજા સાથે યુવતી ફોનમાં વાત કરતી હોઇ ઠપકો આપવા જતા મારમાર્યો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના કરીયાણા ગામની ઘટના
  • યુવતીના પરિવારે વાડીએ બોલાવી મારી નાખવાની ધમકી આપી

બાબરા તાલુકાના કરીયાણામા રહેતા એક યુવકના ભત્રીજા સાથે યુવતી ફોન પર વાત કરતી હોય જેથી આ મુદે યુવતીના પિતાને ઠપકો આપવા જતા ચાર શખ્સોએ બોલાચાલી કરી યુવકને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના બાબરાના કરીયાણામા બની હતી. અહી રહેતા દિલીપભાઇ વિઠ્ઠલભાઇ હિરપરા (ઉ.વ.35) નામના યુવાને બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે કનુભાઇ બચુભાઇ માળીયાની દીકરી તેના કુટુંબી ભત્રીજા જીલુ સાથે ફોનમા વાત કરતી હોય અને જીલુભાઇની પત્ની મીરાબેને આ બાબતે મને ફોન કરી જણાવ્યું હતુ. જેથી તેઓ કનુભાઇને તેની દીકરી બાબતે ઠપકો આપવા ગયા હતા.

જો કે આ મુદે સારૂ નહી લાગતા દિલીપભાઇને ફોન કરી વાડીએ બોલાચાલી કનુ બચુભાઇ માળીયા, પ્રવિણભાઇ, લતાબેન, રેખાબેન વિગેરેએ તેને ગાળો આપી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.પી.ડોડીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...