કરૂણાંતિકા:બાળકીને તેની જનેતાએ જ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હતી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક સાથેના ફોટો પતિ જોઈ જતાં પરિણીતાએ પગલું ભર્યું

બગસરા તાલુકાના માણેકવાડામા રહેતી અેક પરિણિતાઅે પેાતાની ત્રણ માસની પુત્રીને ઝેરી દવા પીવડાવી પાેતે પણ પી લેતા બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન બાળકીનુ માેત નિપજયું હતુ. અા પરિણિતાના અન્ય યુવક સાથેના ફાેટા તેના પતિના માેબાઇલમા અાવ્યા હાેય જે બાબતે પતિઅે પત્નીના માતાપિતાને જાણ કરવાનુ કહેતા તેણે અા પગલુ ભર્યુ હતુ.

માણેકવાડામા રહેતા અને મજુરીકામ કરતા અજયભાઇ જેન્તીભાઇ વાઘેલાઅે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પત્ની કાજલના ત્રણ વર્ષ જુના અન્ય છાેકરા સાથેના ફાેટા તેના માેબાઇલમા અાવ્યા હતા જે બાબતે તેણે કાજલને તેના માતાપિતાને જાણ કરવા કહેલ જેથી તેના માતાપિતા ઠપકાે અાપશે અને બદનામી થશે તેવા ડરથી તેણે પ્રથમ પાેતાની ત્રણ માસની પુત્રીને ખડમા છાંટવાની ઝેરી દવા પીવડાવી પાેતે પણ પી લીધી હતી.

ઘટનાને પગલે બંનેને સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં સારવાર દરમિયાન બાળકીનુ માેત નિપજયું હતુ. જયારે કાજલબેનની હાલ સારવાર ચાલી રહી છે. પાેલીસે મહિલા સામે તેની પુત્રીનુ માેત નિપજાવવા સબબ 302 મુજબ ગુનાે નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...